નવી દિલ્હીઃ દેશભરમાં ‘ભારત માતાની જય’ બોલવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હરિયાણાના રોહતકમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૩જી એપ્રિલે યોગગુરુ રામદેવે વિવાદાસ્પદ નિવેદન કરીને જણાવ્યું છે કે તેમના હાથ કાયદાથી બંધાયેલા છે, નહીંતર ભારત માતાનું અપમાન કરવા બદલ લાખો માથાં વાઢી નાંખવાનું તેમનામાં સાહસ છે.
રામદેવે કોઈનું નામ લીધા વિના જ ઔવેસી પર પરોક્ષ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેટલાક ટોપી પહેરનારા લોકો કહે છે કે ગળું કાપી નાંખો તો પણ ભારત માતાની જય નહીં બોલે, પરંતુ તેમને એ ખબર નથી કે અમારા હાથ કાયદાથી બંધાયેલા નહીં ભારત માતાનું અપમાન કરવા બદલ લાખો માથાં વાઢી નાંખવાનું સાહસ છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, જે ધર્મ ભારત માતાની જય બોલવામાં ન માને તે ધર્મ દેશના હિતમાં નથી.