નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચે સોમવારે પહેલી કાર્ગો ફેરી સર્વિસ શરૂ થતાં હિન્દ મહાસાગરના બંને દેશો વચ્ચે પરિવહનનો નવો અધ્યાય શરૂ થયો છે. વહાણવટાના રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને માલદીવના પરિવહન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન ઐશાથ નાહૂલાએ આ સેવાને વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.