ભારત વધુ મિગ-૨૯ એસ, સુખોઈ-૩૦ MKI વિમાન ખરીદશે

Tuesday 19th January 2021 16:31 EST
 

નવી દિલ્હી: ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ હિંદુસ્તાન એરોનોટિકસ લિમિટેડ પાસેથી ૮૩ લાઈટ કોમ્બાટ એરક્રાફ્ટ તેજસની ખરીદીને મંજૂરી આપી એ પછી હવે સરકારે રશિયા પાસેથી ૨૧ મિગ ૨૯ ફાઈટર જેટ તેમજ ૧૨ સુખોઈ સુ-૩૦ એમકેઆઈ એરક્રાફટ ખરીદવાનું નક્કી કર્યું છે.
એક અહેવાલ મુજબ મિગ-૨૯-એસ પ્રમાણમાં ઓછી કિંમતે ખરીદાય એવી શક્યતા છે. ભારતીય હવાઈ દળ પાસે હાલમાં આવા ૫૯ વિમાન છે. નવા ફાઈટર પ્લેન વાયુદળની ઘટેલી તાકાતમાં અધિક પ્રાણ પૂરશે. ઉલ્લેખનીય છે કે ભારતે ૨૭૨ સુખોઈ-૩૦ એમકેઆઈ માટે રશિયા સાથે લાંબા સમય અગાઉ કરાર કર્યો છે. ભારતીય હવાઈ દળે અત્યાર સુધી ૨૬૮ સુખોઈ વિમાન મેળવ્યા છે. જેમાંથી નવ દુર્ઘટનાઓમાં નાશ પામ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સહકારના એક ભાગરૂપે ભારતે શ્રીલંકાને તેની રાડાર સિસ્ટમ માટે ૩૪૧ સ્પેરપાર્ટ્સ આપ્યા હતા. વર્ષ ૨૦૧૧ માં શ્રીલંકા એરફોર્સે ભારતને હવાઇ નિરીક્ષણ માટે એમકે-૧૧ રડાર આપ્યા હતા. તેને ટેકો આપવા માટે આ સ્પેરપાર્ટસ પાયાનો સપોર્ટ આપશે. આમ ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે વધુ સહકારની અપેક્ષા રખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter