ભારત વિશ્વની સફળ ઇકોનોમી, AI સમિટ માટે એકદમ યોગ્ય અને સાચું સ્થળઃ યુએન સેક્રેટરી જનરલ

Thursday 19th February 2026 04:11 EST
 
 

યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે ભારતની ઝડપથી વિકાસ પામતી ઈકોનોમીનાં ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત વિશ્વની એક સફળ ઊભરતી ઈકોનોમી છે. વૈશ્વિક મામલામાં ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે.આથી AIનાં શિખર સંમેલનની યજમાની માટે એકદમ યોગ્ય અને સાચું સ્થળ છે. ભારતમાં યોજાનાર AI ઈમ્પેક્ટ સમિટ 2026 પહેલા એક મુલાકાતમાં ગુટરેસે એ વાત પર ભાર મુક્યો હતો કે કૃત્રિમ બુધ્ધિમતાથી આખા વિશ્વને ફાયદો થવો જોઈએ અને તે ફક્ત વિકસિત દેશો કે મહાશક્તિઓનો વિશેષાધિકાર બની રહેવો જોઈએ નહીં. હું આ શિખર સંમેલન માટે ભારતને અભિનંદન પાઠવું છું.
તેમણે કહ્યું કે AIનો વિકાસ દરેકનાં લાભ માટે થવો જોઈએ. તેમણે કહ્યું કે AI તમામ દેશો માટે હોવું જોઈએ કોઈ બે મહાશક્તિનાં લાભ માટે નહીં. તેમનો ઈશારો અમેરિકા અને ચીન તરફ હતો. તેમણે કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમતા માનવ જાત માટે લાભકારી સાધન બનવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter