ભારત સરકારે 576 ભારતીય ભાષાઓનો સર્વે પૂર્ણ કર્યો

Wednesday 16th November 2022 06:39 EST
 
 

નવી દિલ્હી: ભારત સરકારના ગૃહ મંત્રાલયે 576 ભાષાઓનો સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમાં ફિલ્ડ વિડીયોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ ગૃહ મંત્રાલયના 2021-22 માટેના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું. રિપોર્ટ અનુસાર ભારતીય માતૃભાષા સર્વેક્ષણ પ્રોજેક્ટનું કામ 576 માતૃભાષાઓના ફિલ્ડ વીડિયોગ્રાફીના માધ્યમથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય ભાષા સર્વેક્ષણ એક નિરંતર ચાલતી શોધ પ્રક્રિયા છે. આ પ્રોજેક્ટ હેઠળ અગાઉના પ્રકાશનોની કડીમાં એલએસઆઈ ઝારખંડનું કામ પૂર્ણ થઈ ગયું છે અને એલએસઆઈ હિમાચલ પ્રદેશનું કામ લગભગ પૂર્ણ થવામાં છે. આ ઉપરાંત તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનું કામ હજુ ચાલી રહ્યું છે. ગૃહ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ અનુસાર દરેક માતૃભાષાના વાસ્તવિક રૂપને સંરક્ષિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટરમાં એક વેબ આર્ચિવ સ્થાપિત કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. તેને માટે સ્વદેશી ભાષા સાથે જોડાયેલી જાણકારીને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે.
60 વર્ષ પહેલાં ભારતમાં 1652 ભાષા હતી
માતૃભાષા સર્વેની પ્રક્રિયા શરૂ કરાયાને 30 વર્ષ થઈ ગયા છે. વર્ષ 1961ની વસતી ગણતરી અનુસાર તે સમયે દેશમાં 1652 ભાષાઓ અને બોલીઓ હતી. પીપલ્સ લિંગ્વિસ્ટિક વે ઓફ ઈન્ડિયાએ 2010માં 780 ભાષાઓ-બોલીઓની ગણના કરી હતી. યુનેસ્કો અનુસાર તેમાંથી 187 ભાષાઓ ખતમ થઈ જવાની તૈયારીમાં છે અને 42 ભાષાઓ અને બોલીઓનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter