ભારત સરકારે ‘એનિમી પ્રોપર્ટી’ વેચી રૂ. 3,400 કરોડ ઊભા કર્યા

Monday 06th March 2023 05:09 EST
 
 

નવી દિલ્હીઃ સરકારે ‘દુશ્મન પ્રોપર્ટી’ના વેચાણમાંથી રૂ. 3,400 કરોડ મેળવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શેર અને સોના જેવી મોટા ભાગની જંગમ મિલક્તોને વેચાણમાં આવી છે. આ સાથે ભારતની નાગરિકતા છોટી પાકિસ્તાન અને ચીનમાં સ્થાયી થયેલા લોકો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે.
‘દુશ્મન પ્રોપર્ટી’ એટલે વિભાજન વખતે તેમજ 1965ના યુદ્વ પછી ભારત છોડી પાકિસ્તાન અને ચીનની નાગરિકતા અને ચીનની નાગરિક્તા લેનારા લોકોની પ્રોપર્ટી ‘દુશ્મન પ્રોપર્ટી’ તરીકે ઓળખાય છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા (CEPI) દુશ્મન પ્રોપટીના વેચાણમાંથી કુલ રૂ. 3,407,98 કરોડ મળ્યા છે. જેમાં 2018-19, 2019-20 અને 2020-21માં 151 કંપનીના 7,52,83,287 શેર (રૂ. 2,708.9 કરોડ)નો સમાવેશ થાય છે. જ્યારે મહેસૂલી આવક તરીકે રૂ. 699.08 કરોડ મેળવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતુ કે જાન્યુઆરીમાં કુલ 1699.79 ગ્રામ સોનાના વેચાણમાંથી રૂ. 49,14,071 મળ્યા હતા. જ્યારે ચાંદીના 28,896 કિગ્રા આભૂષણોના વેચાણમાંથી રૂ. 10,92,175 મળ્યા હતા. હજુ સુધી સરકાર દ્વારા કોઇ સ્થાવર ‘દુશ્મન પ્રોપર્ટી’નું વેચાણ કરાયું નથી. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ચીનની નાગરિકતા લેનારા કુલ 12,611 ‘દુશ્મન પ્રોપર્ટી’ મૂકીને ચાલ્યા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter