ભારતની 23 નદીઓમાં કાર્ગો અને પ્રવાસી જહાજોની અવર-જવર થશે

Saturday 11th March 2023 00:35 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકાર જળ માર્ગોને ખોલીને માલવાહક અને યાત્રી જહાજોની અવરજવર માટે 23 નદીઓની સિસ્ટમ વિકસિત કરવા માગે છે તેમ કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે જણાવ્યું છે. જેનો ઉદ્દેશ ઓછા પરિવહન ખર્ચે કાર્ગો અને પેસેન્જર જહાજોની અવરજવરમાં સુધારો કરવા માટે આંતરિક જળમાર્ગોનો ઉપયોગ કરવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે આપણી નદી સિસ્ટમમાં વેપારની અનેક ક્ષમતાઓ રહેલી છે. તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે તે સારા નફા અને તેની અત્યાર સુધી ઉપયોગ કરવામાં નહીં આવેલ ક્ષમતાના ઉપયોગ માટે રોકાણ કરે. સોનોવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણી પાસે 111 રાષ્ટ્રીય જળમાર્ગ છે. અમે 23 નદી સિસ્ટમ શોધી કાઢી છે, જે નેવિગેશન માટે યોગ્ય છે. જેને કાર્ગો અને યાત્રી જહાજોની અવરજવરના હિસાબથી વિક્સિત કરાશે.
તેમણે જણાવ્યું હતું કે ડિબ્રુગઢમાં મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલનું નિર્માણ મલ્ટી કોર રોકાણની સાથે 2023ના અંત સુધીમાં શરૂ થશે. બ્રહ્મપુત્ર નદીના કિનારા વધારે વિક્સિત કરાશે. આનાથી લોકો માટે મોટી સંખ્યામાં રોજગાર પેદા થશે. સરકારે અર્થ ગંગા મોડેલ હેઠળ યાત્રી અને કાર્ગો જહાજના અવરજવરની સુવિધાજનક બનાવવા માટે ગંગા નદીના કિનારે 62 ઘાટ વિક્સિત કરાશે.
કેન્દ્રિય પ્રધાને તમામ 26 નદી સિસ્ટમનો ઉલ્લેખ કર્યો નથી પણ જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન નદી સિસ્ટમ દ્વારા અવરજવર વધારવા પર છે. જે પરિવહનનો હરિત પ્રકાર છે અને ટ્રેનો તથા ટ્રકોની સરખામણીમાં સસ્તું છે. બ્રહ્મપુત્ર ક્રેકર્સ પોલીસમર્સ લિ. મધ્ય પૂર્વથી નેપ્થાની આયાત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter