ભારતની અમેરિકા પાસેથી ૩૦ કરોડ ડોલરના સી -૧૭ એરક્રાફ્ટ ખરીદી

Friday 30th June 2017 08:11 EDT
 

ગુરૂવારઃ દેશની એરલિફ્ટ જરૂરિયાત સંતોષવા ભારત સરકારે અમેરિકા પાસેથી સી-૧૭ હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો છે. બોઇંગ કંપની સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-૧૭ ખરીદવાના આ સૂચિત સોદાનું મૂલ્ય ૩૦.૦૨ કરોડ યુએસ ડોલર જેટલું થવા જાય છે. આ એરક્રાફ્ટમાં એક મિસાઇલ વોર્નિંગ, કાઉન્ટર-મિઝ્યોર ડિસ્પેન્સિંગ અને આઈડેન્ટિફિકેશન ફ્રેન્ડ ઓફ ફો ટ્રાન્સપોડર સિસ્ટમ તેમજ પ્રિસિઝન નેવિગેશન ઇક્વિપમેન્ટનો પણ સમાવેશ કરાયેલો હોય છે. આ એરક્રાફ્ટની મદદથી ૭૮ હજાર કિલો સાધનસરંજામની હેરફેર થઈ શકે છે. એટલું જ નહીં, આ વિમાન ફૂલ્લી ઈન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક કોકપિટ અને એડવાન્સ કાર્ગો ડિલિવરી સિસ્ટમ પણ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter