નવી દિલ્હી: ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની ખરીદી થઈ રહી છે, સાથે ભારતે લશ્કરી સાધનોની નિકાસ વધારી રહ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રે ભારત સતત આત્મનિર્ભર થઇ રહ્યું છે. દેશની જાહેર સંરક્ષણ કંપનીઓને સતત નવા ઓર્ડર મળી રહ્યાં છે. સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર પ્રથમવાર નવ સરકારી કંપનીઓ પાસે પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુ ઓર્ડર બુક થઈ ચુક્યા છે. હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ કંપનીઓ નવો ઓર્ડર લઈ શકવાની સ્થિતિમાં નથી.
આ માંગ વધવાના અનેક કારણો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય છે. આ ઉપરાંત સંરક્ષણ નિકાસમાં ભારે વધારો થયો છે. વર્તમાન સમયમાં લગભગ 100 દેશ ભારત પાસેથી લશ્કરી સાધનસામગ્રી ખરીદી રહ્યા છે. વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને 38,424 કરોડ રૂપિયા થઈ ગયું છે. સેનાની ત્રણેય પાંખો ઉપરાંત અર્ધસૈનિક દળો તેમજ પોલીસ વિભાગના આધુનિકરણના કારણે સંરક્ષણ સાધનોની ઘરેલુ માંગ પણ વધી ગઇ છે.


