નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત કોઈ મૂક-બધિર વકીલે સાઈન ઈન્ટરપ્રીટરનો ઉપયોગ કરીને એક કેસમાં દલીલ કરી હતી. એક તબક્કે સુપ્રીમ કોર્ટના મીડિયેટરે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સાઈન ઈન્ટરપ્રીટરને સ્ક્રીન પર લાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન મૂક-બધિર મહિલા વકીલના દુભાષિયાને પણ સ્ક્રીન પર જગ્યા આપવાનું કહ્યું ત્યારે આ બાબત વધુ સંવેદનશીલ બની હતી.
આ મામલો 22 સપ્ટેમ્બરનો છે. સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી હતી. પછી સ્ક્રીન પર એક નાનકડી બારી દેખાઈ, જેમાં એક વ્યક્તિ કોર્ટની કાર્યવાહીનું સાંકેતિક ભાષામાં અર્થઘટન કરતી દર્શાવતી હતી. ઇંડિયન સાઇન લેંગ્વેજ (આઇએસએલ) ઇન્ટરપ્રિટર સૌરવ રોયચૌધરી વિન્ડોમાં દેખાતા હતા, જેમની હાજરી રેકોર્ડ પરના એડવોકેટ સંચિતા ઈન દ્વારા ગોઠવાઇ હતી. સંચિતાએ તેના બધિર જુનિયર એડવોકેટ સારા સની માટે આ ગોઠવણ કરી હતી. સંચિતા ઇચ્છતી હતી કે તેના જુનિયર વકીલ સારા સની કેસની સુનાવણીમાં ભાગ લે પોતાની રજૂઆત કરીને કોર્ટ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે.
દુભાષિયા સૌરવની ગતિ જોઇને બધા લોકો અચંબિત થયા હતા. આ દરમ્યાન સોલીસીટર જનરલ તુષાર મહેતા પણ તેમના વખાણ કર્યા વગર રહી ના શક્ય. વખાણ કરતા તેમને કહ્યું કે જે સ્પીડથી દુભાષિયા સાઈન ઈન્ટરપ્રીટ કરીને સમજાવી રહ્યા છે, તે ખરેખર અદભુત છે.


