ભારતનું ગ્લોબલ લીડર તરીકે કદ વધ્યું, છબિ પણ મજબૂત થઈ

Thursday 14th September 2023 06:17 EDT
 
 

નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભારતે લગભગ રૂ. 4,100 કરોડ રૂપિયા ખર્ચ્યા. તેનો સૌથી મોટો ફાયદો એ થયો કે વિશ્વમાં ભારતની છબિ વધુ મજબૂત બની. કારણ કે, આ સંમેલનનું આયોજન એવા સમયે થયું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વ અલગ-અલગ જૂથોમાં વહેંચાયું છે. આ ઉપરાંત વિશ્વભરમાંથી ભારતમાં રોકાણનાં નવા દ્વાર ખોલવામાં મદદ મળશે. જી-20 દેશોની અધ્યક્ષતાને કારણે ભારત વૈશ્વિક નેતા તરીકે પણ ઉભરી આવ્યું છે. વિશ્વના જીડીપીના 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકા અને વસ્તીના 60 ટકાનું પ્રતિનિધિત્વ કરતા જી-20 દેશોની અધ્યક્ષતા કરીને ભારત ગ્લોબલ લીડર તરીકે પણ ઉભરી આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter