ભારતનું શેરબજાર વિશ્વમાં ચોથા નંબરેઃ ડીમેટ એકાઉન્ટ વધ્યા

Saturday 03rd February 2024 04:36 EST
 
 

મુંબઇઃ દેશવિદેશમાં ભારતીયો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા હતા ત્યારે ભારતીય શેરબજારે એક નવું સીમાચિહ્ન અંકિત કર્યું હતું. ભારતીય શેરબજાર વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. 2023ના છેલ્લા મહિનામાં ભારતમાં 4.2 મિલિયન ડીમેટ એકાઉન્ટ ખુલ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ડીમેટ એકાઉન્ટ વધુ ખુલે એટલે કે શેરબજારમાં રોકાણકારો વધ્યા છે એમ કહી શકાય.
ભારતનું શેરબજાર હવે વિશ્વના ટોચના શેરબજારોની હરોળમાં આવવા લાગ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર ભારતનું શેરબજાર હોંગકોંગના શેરબજારની સરખામણીએ ભલે રોકાણકારોની સંપત્તિ ઘટી હોય પરંતુ વિશ્વફલક પર ભારતનું શેરબજાર ચોથા નંબરે પહોંચી ગયું છે. મતલબ કે વિશ્વના ટોપ ફાઈવ બજારોમાં તેનો સમાવેશ થયો છે. ભારતના શેર્સની સંયુક્ત કેપ વેલ્યૂ 4.33 લાખ ડોલર પર પહોંચી છે જ્યારે હોંગ કોંગના શેર્સની સંયુક્ત વેવ્યુ 4.29 લાખ ડોલર છે. આમ આજે ભારત વિશ્વમાં ચોથા નંબરનું શેરમાર્કેટ બન્યું છે.઼

ભારતનું શેરબજાર ડિસેમ્બર 2023માં 4 લાખ ડોલર પર પહોંચ્યું હતું. ત્યારબાદ 2024ની શરૂઆતથી જોવા મળેલી તેજીના જોરમાં શેરબજાર 4.33 ટ્રિલિયનને વટાવી ગયું હતું. દેશના આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારતની બિઝનેસ ફ્રેન્ડલી આર્થિક નીતિઓ અને વિશ્વના રોકાણકારોએ ચીનમાં રોકાણ કરવાની નારાજગી બતાવતાં તેનો સીધો લાભ ભારતના શેરબજાર પર જોવા મળ્યો છે. સાથે સાથે જ ભારતમાં નાના રોકાણકારોએ બજારની રોનક બદલી નાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter