નવીદિલ્હીઃ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક સર્વેમાં મૈસૂરને સતત બીજા વર્ષે પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા બાદ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરાઈ હતી. તે અંતર્ગત દેશનાં શહેરોની સ્વચ્છતાના આધારે રેન્કિંગ આપવાની શરૂઆત કરાઈ હતી. સ્વચ્છ શહેરોમાં મૈસૂર ઉપરાંત ગુજરાતનાં બે શહેરો સુરતને છઠ્ઠું અને રાજકોટને સાતમું સ્થાન મળ્યું છે. આ સર્વેક્ષણમાં દેશના ૧૦ લાખથી વધુ વસતી ધરાવતાં ૭૩ શહેરોને આવરી લેવાયાં હતાં.
દેશની રાજધાની દિલ્હી પર નજર કરીએ તો નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલને જ સ્વચ્છ શહેરોની ટોપ ફાઇવ યાદીમાં સ્થાન મળ્યું છે. બાકી ઇસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કોર્પો.ને બાવનમું, નોર્થ દિલ્હીને ૪૩મું અને સાઉથ દિલ્હીને ૩૯મું સ્થાન મળ્યું છે.
કયા માપદંડોના આધારે રેન્કિંગ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વ્યક્તિગત, સામુદાયિક અને જાહેર ટોઇલેટની સુવિધા, સેનિટેશન.
૨૦૧૫નાં ટોપ ટેન સ્વચ્છ શહેરો
૧. મૈસૂર (કર્ણાટક)
૨. ચંડીગઢ (કેન્દ્રશાસિત પ્રદેશ)
૩. તિરુચિરાપલ્લી (તામિલનાડુ)
૪. એનડીએમસી (દિલ્હી)
૫. વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
૬. સુરત (ગુજરાત)
૭. રાજકોટ (ગુજરાત)
૮. ગંગટોક (સિક્કિમ)
૯. પિંપરી ચિંચવાડ (મહારાષ્ટ્ર)
૧૦. ગ્રેટર મુંબઈ (મહારાષ્ટ્ર)
દેશના ટોપ ટેન સૌથી ગંદાં શહેરો
૧. ધનબાદ (ઝારખંડ)
૨. આસનસોલ (પશ્ચિમ બંગાલ)
૩. ઇટાનગર (અરુણાચલ પ્રદેશ)
૪. પટના (બિહાર)
૫. મેરઠ (ઉત્તર પ્રદેશ)
૬. રાયપુર (છત્તીસગઢ)
૭. ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ)
૮. જમશેદપુર (ઝારખંડ)
૯. વારાણસી (ઉત્તર પ્રદેશ)
૧૦. કલ્યાણ – ડોંબિવલી (મહારાષ્ટ્ર)


