ભારતનો જીડીપી ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને 5.4 ટકાઃ અર્થતંત્ર સામે નવા પડકાર

Saturday 05th March 2022 06:52 EST
 
 

નવી દિલ્હી: નાણાંકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર2021થી ડિસેમ્બર 2021 સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં ભારતનો જીડીપી ઘટીને 5.4 ટકા રહ્યો છે. આમ છતાં આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી ચીન સહિત વિશ્વના અગ્રણી દેશો કરતાં વધારે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 20.3 ટકા અને બીજા ક્વાર્ટરમાં 8.5 ટકા રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)એ વ્યક્ત કરેલા અંદાજ મુજબ સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22નો કુલ જીડીપી 8.9 ટકા રહેશે. આ અગાઉ જીડીપી 9.2 ટકા રહેવાનો અંદાજ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter