ભારતમાં 40 હજાર નિષ્ક્રિય કંપનીઓને તાળાં લાગશે

Sunday 13th November 2022 07:11 EST
 
 

નવી દીલ્હી: ભારત સરકારે નાણાકીય ગોલમાલ પર લગામ કસવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે. સરકારે ડોમર્ન્ટ કંપનીઓ એટલે કે નિષ્ક્રિય કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે અને આ કાર્યવાહીના નિશાન પર દસ-વીસ નહીં, પરંતુ કુલ 40 હજાર કંપનીઓ છે. કોર્પોરેટ મંત્રાલયે 40 હજારથી વધારે કંપનીઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં સૌથી વધારે કંપનીઓ દિલ્હી અને હરિયાણામાં રજિસ્ટર્ડ છે. આ બંને રાજ્યોમાં આવી 7500 કરતા વધારે ડોર્મન્ટ કંપનીઓ છે.
અહેવાલો અનુસાર કોર્પોરેટ મંત્રાલયે એવી કંપનીઓની છટણી કરી છે, જેમનો બિઝનેસ છ મહિનાથી નિષ્ક્રિય પડ્યો છે. આવી કંપનીઓના લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ તેમની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી હાથ ધરાઇ છે. રિપોર્ટ અનુસાર ઘટનાક્રમ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ કંપનીઓ મારફત મની લોન્ડરિંગ જેવી ગુનાહિત ગતિવિધિઓને પ્રોત્સાહન મળવાની આશંકા છે. અહેવાલો અનુસાર આ કંપનીઓનો ઉપયોગ ખોટી રીતે વિદેશ પૈસા મોકલવા માટે કરાતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter