ભારતમાં આ વર્ષે મેઘો મન મૂકીને વરસશે

Friday 10th June 2022 13:07 EDT
 
 

નવી દિલ્હી: કેરળમાં ચોમાસાના ત્રણ દિવસ પૂર્વે જ આગમન થતાં હવામાન વિભાગે ચોમાસા માટે નવું પૂર્વાનુમાન જારી કર્યું છે. આઇએમડીના અનુસાર આ વર્ષે ચોમાસામાં મેઘો મન મૂકીને વરસશે. ચોમાસામાં આ વર્ષે 103 ટકા જેટલો વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નવા પૂર્વાનુમાનમાં કહેવાયું છે કે આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુજંય મહાપાત્રાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં સરેરાશ 103 ટકા વરસાદ પડવાની સંભાવના છે. આ પહેલા એપ્રિલમાં પ્રસિદ્ધ થયેલા પૂર્વાનુમાનમાં કહેવાયું હતું કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને લાંબા ગાળે સરેરાશ 99 ટકા વરસાદ થશે. ચોમાસું કેરળ અને તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં આગળ વધતું જોવા મળ્યું હતું પણ તેની ઝડપ ધીમી પડવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter