ભારતમાં એક માસમાં ૨૦ લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ

Saturday 24th July 2021 03:45 EDT
 
 

નવી દિલ્હી: વોટ્સએપે એક જ મહિનામાં ૨૦ લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. કંપનીએ માસિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે યુઝર્સ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો હોવાથી સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. મેસેન્જર એપ વોટ્સએપે ૧૫મી મેથી ૧૫મી જૂન દરમિયાનના એક માસમાં ૨૦ લાખ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી. આ યુઝર્સમાંથી મોટાભાગના યુઝર્સે વાંધાજનક સામગ્રી અસંખ્ય યુઝર્સને ફોરવર્ડ કરી હતી. વોટ્સએપના અહેવાલ કહેવાયું હતું કે ૩૪૫ યુઝર્સ સામે લીગલ નોટિસ મળી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુંઃ અમારો હેતુ હાનિકારક અને વાંધાજનક મેસેજ ફોરવર્ડ ન થાય તે દિશામાં છે. મેસેજની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે અને તેનો દુરુપયોગ ન થાય તે માટે કંપની એવા યુઝર્સ સામે કાર્યવાહી કરે છે, જે પ્લેટફોર્મનો દુરુપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter