ભારતમાં એફડીઆઇમાં 18 ટકાની વૃદ્ધિ

Thursday 05th March 2026 06:56 EST
 
 

નવી દિલ્હીઃ દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી રોકાણ 40.67 બિલિયન ડોલર નોંધાયું હતું. કુલ એફડીઆઇ રોકાણમાં ફરીથી થયેલી આવકનું રોકાણ પણ સામેલ છે તે એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન કુલ 73.31 બિલિયન ડોલર નોંધાયું હતું. નાણાવર્ષ 2026ના પહેલા છ મહિના દરમિયાન એફડીઆઇ 35.2 બિલિયન ડોલર નોંધાયું છે, જે નાણાવર્ષ 2025ના પહેલા છ મહિનામાં 29.8 બિલિયન ડોલર હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter