નવી દિલ્હીઃ મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૧૦૯૩૧૪૯૨, કુલ મૃતકાંક ૧૫૫૮૮૩ અને કોરોનામાંથી રિકવર થયેલા લોકોનો કુલ આંક ૧૦૬૩૭૭૪૩ પહોંચ્યો હતો.
એક્ટિવ કેસમાં વધારો
દેશમાં કોરોનાના નેટ એક્ટિવ કેસમાં સતત વધારો નોંધાવાનો શરૂ થયો હતો. સોમવારે એક્ટિવ કેસમાં ૨૦૭૦નો વધારો થતાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૩૯૬૩૭ પહોંચી હતી. સામે ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સોમવારે ૯,૪૮૯ નોંધાઈ હતી જેની સામે કલાકમાં કોરોના સંક્રમણના નવા ૧૧,૬૪૯ કેસ નોંધાયા હતા. તેનો અર્થ એ થયો કે નેટ એક્ટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાનો સૌથી વધુ ભય છે. મહારાષ્ટ્રમાં શનિવાર અને રવિવાર દરમિયાન કોરોનાના નવા કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. ૩૯ દિવસ પછી રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ૪૦૦૦ કરતાં વધુ નવા કેસ નોંધાયા હતા. મુંબઇ શહેરમાં એક મહિના કરતાં વધુ સમય પછી ૬૪૫ કેસ સામે આવ્યા હતા. કેરળમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૬૯૨ નવા કેસ નોંધાયા હતા.

