ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 26 ટકા વધારો

Tuesday 27th December 2022 08:59 EST
 
 

નવી દિલ્હીઃ વર્તમાન નાણાં વર્ષમાં ગ્રોસ ડાયરેક્ટ કલેક્શનમાં હજુ સુધીમાં 26 ટકાનો વધારો થયો છે અને તેની રકમ વધીને 13.63 લાખ કરોડ રૂપિયા કરતા વધારે થઇ ગઇ છે. આ ગ્રોથમાં ટીડીએસ અને કોર્પોરેટ એડવાન્સ ટેક્સ કલેક્શનના સારા પ્રદર્શનનો વિશેષ ફાળો રહ્યો છે. સત્તાવાર નિવેદન અનુસાર રિફંડની ચુકવણી બાદ વર્તમાન નાણાં વર્ષમાં હજુ સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.35 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. તેમાં વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સ સામેલ છે. આ રકમ બજેટમાં સમગ્ર વર્ષ માટે નક્કી કરાયેલ લક્ષ્યની લગભગ 80 ટકા છે. વર્તમાન નાણાં વર્ષ માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનું બજેટ અનુમાન 14.20 લાખ કરોડ રૂપિયા હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter