ભારતમાં ડોમેસ્ટિક ફલાઇટ શરૂ

Thursday 28th May 2020 06:53 EDT
 
 

ભારતમાં બે મહિના લાંબા લોકડાઉન બાદ આખરે સોમવારથી સ્થાનિક વિમાની સેવાનો પ્રારંભ થયો છે. આ સાથે જ દેશના જુદા જુદા શહેરોમાં અટવાઈ પડેલાં નાગરિકો આખરે તેમના મુકામે પહોંચી શક્યા છે. એરપોર્ટ સ્ટાફની સાથે સાથે નાગરિકોએ પણ ભારે શિસ્ત સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું હતું. મોટા ભાગના પેસેન્જરો માસ્ક-ફેસ શિલ્ડની સાથે જોવા મળ્યા હતા. એરપોર્ટ પર પ્રવાસીઓનું ટેમ્પરેચર તપાસાયું હતું. કેટલાક મુસાફરોએ તો પીપીઈ કીટ્સ પહેરીને સફર ખેડી હતી. સોમવારે ૩૯,૨૩૧ પ્રવાસીઓ સાથે ૫૩૨ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું હતું.જોકે કેટલાક રાજ્યો કોરોનાના ભયે એરપોર્ટ ખોલવા તૈયાર ન હોવાથી સરકારને રવિવારે રાત્રે ૬૩૦ ફ્લાઇટ રદ કરવા ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter