ભારતમાં ડોલર કરતા પ્રથમ વખત યુરો સસ્તો થયો

Tuesday 23rd August 2022 08:25 EDT
 
 

અમદાવાદ: ડોલરમાં ધારણા કરતાં વધારે ઝડપથી વ્યાજના દર વધવાના ચાલુ રહેશે એવા સંકેત વચ્ચે યુએસ ડોલરમાં વૈશ્વિક સ્તરે મજબૂતી જોવા મળી રહી છે. ડોલર સામે યુરોપીયન યુનિયન (ઇયુ)ની કરન્સી યુરો નબળી પડી છે. સોમવારે બે દાયકામાં પ્રથમ વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો હતો એટલે કે 99 સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો હતો. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. સોમવારે ભારતમાં કરન્સી બજારમાં એક ડોલરના 79.84 અને એક યુરોનો ભાવ 79.32 પૈસા રહ્યો હતો. વૈશ્વિક બજારમાં યુરો ડોલર સામે 0.9931 જ્યારે પાઉન્ડ 1.764 છે. અમેરિકામાં વર્ષ 2008ની આર્થિક કટોકટી સમયે ડોલર સામે યુરોનો ભાવ સૌથી ઉંચો 1.60 થયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter