ભારતમાં રૂ. 10 અને 20ની ચલણી નોટ પ્લાસ્ટિકની

Sunday 02nd August 2026 05:19 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને ફીલ્ડ ટ્રાયલ માટે રૂ. 10 અને 20ની એક-એક અબજ, કુલ 2 અબજ પ્લાસ્ટિક (પોલિમર) બેન્ક નોટ જારી કરવાની મંજૂરી આપી છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં જવાબમાં આ માહિતી આપી હતી. મંત્રીએ કહ્યું કે ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે ત્યાર બાદ જ આ નોટોને નિયમિત રીતે બહાર પાડવા અંગે નિર્ણય લેવાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્લાસ્ટિક નોટ હાલની કાગળની નોટ સાથે જ ચલણમાં રહેશે. કાગળની કરન્સીને સંપૂર્ણ રીતે બદલી નાખવાનો કોઈ પ્રસ્તાવ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અહેવાલો હતા કે રિઝર્વ બેન્ક દેશમાં પોલિમરથી બનેલી નોટોનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. દુનિયાના 60થી વધુ દેશોમાં પોલિમર બેન્ક નોટ્સ ચલણમાં છે. તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter