ભારતમાં વકરતો કોરોના વાઈરસઃ વિશ્વમાં સાતમા ક્રમે!

Wednesday 03rd June 2020 08:56 EDT
 
 

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કાળચક્રએ કોહરામ મચાવવાનું ચાલુ રાખ્યું છે. એક તરફ દેશમાં લોકડાઉન – ૫.૦ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોરોનાના કેસમાં પણ જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. બીજી જૂને જાહેર થયેલા અહેવાલો પ્રમાણે દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા બે લાખ નજીક એટલે કે ૧ લાખ ૯૯ હજાર સુધી પહોંચી હતી. દેશમાં આ બીમારીમાંથી સાજા થયેલા લોકોનો આંકડો ૯૫૫૨૭ અને મૃતકાંક ૫૫૯૮ નોંધાયો હતો. કોરોનાના વધતા કેસ વચ્ચે પહેલી જૂને રિપોર્ટ હતાં કે, ભારત કોરોનાના દર્દીઓની સંખ્યા બાબતે ફ્રાન્સ અને ઈટાલીને પાછળ છોડીને વિશ્વમાં સાતમા નંબરે પહોંચી ગયો છે. જોકે વિશ્વમાં ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર ૨.૮ ટકા નોંધાતા કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા નિયંત્રિત રાખવામાં સરકારને સફળતા મળી છે. ભારતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૪૮.૧૯ ટકાની આસપાસ નોંધાયો છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, દેશમાં કુલ ૩૮ લાખ ૩૮ હજારથી પણ વધુ લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા છે.

૩૦ જૂન સુધી લોકડાઉનનો કડક અમલ

દેશભરમાં ૧ જૂનના સોમવારથી લોકડાઉન ૫.૦નો પ્રારંભ થયો છે. લોકડાઉન ૫.૦માં ૩૦ જૂન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોઇ પણ પ્રકારની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે કન્ટેઈનમેન્ટ ઝોન બહાર આવેલા વિસ્તારોમાં ૩ તબક્કામાં નિયંત્રણો હટાવી લેવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. આ તબક્કામાં રવિવારે વિવિધ રાજ્યો દ્વારા અનલોક - ૧.૦ અંગેની જાહેરાતો કરાઇ હતી.
મહારાષ્ટ્રઃ રેડ ઝોનમાં આવેલા કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોઇ પ્રકારની છૂટછાટ નહીં • પાંચમી જૂનથી મોલ અને માર્કેટ કોમ્પ્લેક્સ સિવાય તમામ માર્કેટ, બજાર અને દુકાનો ખોલાશે • ૮મી જૂનથી તમામ પ્રાઇવેટ ઓફિસ ૧૦ ટકા કર્મચારી સાથે કામ કરી શક્શે. બાકીના વર્ક ફ્રોમ હોમ કરશે
• ૮ જૂનથી આંતરજિલ્લા બસોને પરવાનગી, આંતરરાજ્ય બસ-સેવા પર પ્રતિબંધ છે • ૩ જૂનથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમને પરવાનગી • ૮મી જૂનથી

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા શરૂ કરવાની કવાયત
મધ્ય પ્રદેશઃ રાજ્યમાં લાગુ લોકડાઉન ૧૫મી જૂન સુધી લંબાવવામાં આવ્યું • ૧૩મી જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થાય તેવી સંભાવના
બિહારઃ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૦મી જૂન સુધી લોકડાઉન • કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર રીતે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ અપાશે
કર્ણાટકઃ રાજ્યમાં કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ૩૦ જૂન સુધી લોકડાઉન અમલમાં • ૮ જૂનથી જાહેર જનતા માટે તમામ ધાર્મિક સ્થળ અને પૂજાના સ્થળ ખૂલશે • ૮ જૂનથી હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટાલિટી સર્વિસ, શોપિંગ મોલ ખોલવા પરવાનગી
તામિલનાડુઃ રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૦ જૂન સુધી લોકડાઉન રહેશે • રાજ્યની અંદર જાહેર પરિવહનને આંશિક છૂટછાટ
ઉત્તર પ્રદેશઃ ૩૦ જૂન સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં તમામ પ્રકારના પ્રતિબંધ યથાવત • ૮ જૂનથી ધાર્મિક સ્થળોને ખુલ્લા મૂકવાની મંજૂરી • રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ ખોલવાની પરવાનગી
પંજાબઃ રાજ્યમાં વધુ છૂટછાટ સાથે ૩૦ જૂન સુધી લોકડાઉન ૫.૦ જારી રહેશે • ચંડીગઢમાં ૮ જૂનથી મોલ, ધાર્મિકસ્થળો અને હોટેલ ખોલવાની પરવાનગી
પશ્ચિમ બંગાળઃ રાજ્યમાં લોકડાઉન ૧૫ જૂન સુધી લંબાવવામાં આવ્યું • ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરન્ટ ૮મી જૂનથી ખોલાશે • ટીવી-સિનેમા પ્રોડક્શન સહિતની ઇનડોર અને આઉટડોર પ્રવૃત્તિઓને મંજૂરી • ૧ જૂનથી મહત્તમ ૩૫ કર્મચારી સાથેની કચેરીઓ નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં શરૂ
રાજસ્થાનઃ તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ૧૦૦ ટકા હાજરી સાથે કામ કરવા મંજૂરી- મંજૂર કરાયેલા રૂટ પર આંતરજિલ્લા બસસેવાને પરવાનગી, સિટી બસને પરવાનગી નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter