ભારતમાં સૌથી ધીમું ૨.૮ એમબીપીએસ ઇન્ટરનેટ

Monday 28th March 2016 10:03 EDT
 

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ નેટવર્ક પ્રોવાઈડિંગ કંપની અકમાઈ ટેકનોલોજી ઈન્કોર્પોરેશને તેનો સ્ટેટ ઓફ ધ ઈન્ટરનેટ રિપોર્ટ-૨૦૧૫ તાજેતરમાં જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દુનિયાભરની એવરેજ ઈન્ટરનેટ સ્પીડમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે એશિયા-પેસિફિકના દેશોમાં ભારતમાં સૌથી ધીમું ઈન્ટરનેટ છે. ભારતમાં ઈન્ટરનેટની ઝડપ ૨.૮ એમબીપીએસ (મેગા બાઈટ પ્રતિ સેકન્ડ) છે. દક્ષિણ કોરિયા એશિયામાં ૨૬.૭ એમબીપીએસની ઝડપ સાથે પહેલા ક્રમે છે. આખું જગત સરેરાશ ૫.૬ એમબીપીએસની ઝડપે ઈન્ટરનેટનો વપરાશ કરે છે.

વિશ્વમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ સિંગાપોરમાં છે. સિંગાપોર તેના નેટ યુઝર્સને ૧૩૫.૭ એમબીપીએસની ઝડપ આપે છે. એટલે કે ભારત કરતાં સિંગાપોરમાં ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ ૫૦ ગણી વધારે છે. એશિયામાં દક્ષિણ કોરિયા અને મકાઉ બન્ને દેશોએ પોતાની ઈન્ટરનેટ ઝડપ એક વર્ષમાં અનુક્રમે ૧૦ ટકા અને ૧૩ ટકા વધારવામાં સફળતા મેળવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter