ભારતમાં ૨૦૨૨માં જ ફાઇવ-જી નેટવર્ક સેવાઓ શરૂ કરાશે

Saturday 05th February 2022 04:59 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતમાં ફાઇવજી ટેલિકોમ સેવાઓ શરૂ કરી દેવાશે. આ માટેના સ્પેક્ટ્રમની ફાળવણી ૨૦૨૨-૨૩ના નાણાકિય વર્ષમાં જ કરી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ઇન્ટરનેટ કનેકટિવિટી વધારવા ઇન્ટરનેટ ઇકોનોમીને અસરકારક બનાવવા ફાઇવજી ટેલિકોમ સેવાઓ આવશ્યક છે.
તાજેતરમાં જ ટેલિકોમ વિભાગે પણ જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૨માં ભારતમાં ફાઇવજી સેવાઓ શરૂ કરી દેવાશે. પ્રથમ ચરણમાં ગુજરાતના અમદાવાદ, જામનગર અને ગાંધીનગર સહિત દેશના ૧૩ શહેરોમાં ફાઇવજી સેવાઓ શરૂ કરાશે. અન્ય શહેરોમાં બેંગલોર, ચંડીગઢ, ચેન્નઇ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઇ અને પૂણેનો સમાવેશ થાય છે. ભારતની ટેલિકોમ કંપનીઓએ આ શહેરોમાં ટ્રાયલ સાઇટ્સ તૈયાર કરી દીધી છે.
ટેલિકોમ વિભાગે ફાઇવજી નેટવર્કના પ્રારંભ માટે આઠ એજન્સીઓ સાથે ભાગીદારી કરી છે. ભારતમાં ૨૦૧૮થી ફાઇવજીનું ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું હતું અને ડિસેમ્બર ૨૦૨૧ના અંતે સમાપ્ત થયું હતું. ટેલિકોમ વિભાગને દેશની આઇઆઇટી સંસ્થાનો સહિત કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ આ કાર્યમાં મદદ કરી રહી છે. ટ્રાઇ દ્વારા ટૂંક સમયમાં ફાઇવજી સ્પેક્ટ્રમની હરાજી કરાય તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter