ભારતમાં ૫ વર્ષમાં ૩,૪૨૭ બેન્ક શાખાઓને તાળાં લાગ્યા

Tuesday 12th November 2019 08:52 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં બેન્ક વિલય કે શાખાબંધીની પ્રક્રિયાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બેન્કોની કુલ ૩,૪૨૭ બેન્ક શાખાઓને તાળાં લાગ્યા છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) એક્ટ હેઠળ થયેલી અરજીના જવાબમાં આ વિગતો જાહેર થઇ છે. બંધ થયેલી બ્રાન્ચોમાંથી ૭૫ ટકા શાખાઓ તો દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાની છે. આ સમયગાળામાં એસબીઆઈમાં પાંચ સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કનો વિલય થયો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter