ભારતીય અર્થતંત્રમાં ચેતનાનો સંચારઃ માર્ચમાં GST કલેક્શન ઓલટાઈમ હાઈ

Monday 11th April 2022 06:58 EDT
 
 

નવી દિલ્હી: માર્ચ મહિનામાં GSTની વસૂલાતનાં અગાઉનાં તમામ રેકોર્ડ તૂટયા છે અને GST કલેક્શન ઓલટાઈમ હાઈ રૂ. 1.42 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. આ અગાઉ જાન્યુઆરી 2022માં જીએસટીની રૂ. 1.40 લાખ કરોડની વસૂલાત થઈ હતી. ગયા વર્ષની સરખામણીએ જોઇએ તો જીએસટીની વસૂલાતમાં 15 ટકાનો વધારો થયો છે, જે ભારતની ઈકોનોમી પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યાનો સંકેત આપે છે. ઈકોનોમિક રિકવરી, કરચોરી રોકવા માટેનાં પગલાં, બોગસ બિલો દ્વારા છેતરપિંડી રોકવા ઝૂંબેશને કારણે માર્ચમાં જીએસટીની વસૂલાત વધીને રૂ. 1,42,095 કરોડની ઉચ્ચ સપાટીએ પહોંચી હતી. માર્ચ 2020ની આવક કરતાં તે 46 ટકા વધુ હોવાનું નાણાં મંત્રાલયે જણાવ્યું હતું. નાણાંકીય વર્ષ 2021-22માં ચોથા ક્વાર્ટરમાં સરેરાશ માસિક જીએસટી આવક રૂ. 1.38 લાખ કરોડ રહી હતી. પહેલા, બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં તેની વસૂલાત સરેરાશ રૂ. 1.10 લાખ કરોડ, રૂ. 1.15 લાખ કરોડ અને રૂ. 1.30 લાખ કરોડ રહેવા પામી હતી. ઈન્વર્ટેડ ડયૂટીનાં માળખામાં સુધારા કરવામાં આવતા કલેક્શન વધ્યું હોવાનું જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter