ભારતીય અર્થવ્યવસ્થા કથળતી

Tuesday 28th January 2020 07:54 EST
 

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક વ્યવસ્થાના મોરચે કથળતા ભારતનો ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને ૪.૫ ટકા હતો જે છેલ્લા ૬ વર્ષની સૌથી નીચી સપાટી હતી. નાના વેપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિ રાહ જોઈ રહ્યા છે કે ભારતીય અર્થતંત્રમાં ક્યારે તેજી આવે, પરંતુ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે ભારતીય અર્થતંત્રના ગ્રોથ રેટનો અંદાજ ઘટાડતાં કહ્યું હતું કે, ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ફક્ત ૪.૮ ટકા રહેશે. જોકે ભારતમાં આર્થિક મંદી આંશિક છે અને આગામી સમયમાં આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જિયોર્જિવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter