ભારતીય કંપનીને લીબિયામાં ઓઇલ-ગેસનો ભંડાર મળ્યો

Wednesday 06th May 2026 06:23 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારની જાહેર ક્ષેત્રની કંપનીને વિદેશમાં મોટી સફળતા મળી છે. જાહેર ક્ષેત્રની કંપની ઓઈલ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ)ને ઓઈલ-ગેસનો નવો ખજાનો મળ્યો છે. અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આ શોધ મહત્ત્વની નીવડી શકે છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેને લીબિયામાં આવેલા બ્લોકમાં ઓઈલ-ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ સંશોધન કંપનીના વિદેશી એક્સ્પ્લોરેશન પોર્ટફોલિયો માટે મહત્ત્વનું મનાય છે. આ પ્રોજેક્ટમાં ઓઇલ ઇન્ડિયા 25 ટકા ભાગીદાર છે. કંપની એક ભારતીય કોન્સોર્ટિયમનો હિસ્સો છે, જેમાં આઇઓસી-એલ પણ સામેલ છે.
કંપનીએ શોધેલો આ બ્લોક લીબિયાના સાઉથ-વેસ્ટ હિસ્સામાં છે. તે ઘડામેસ બેસિન નામના ક્રૂડ ઓઇલ મળવાની અત્યંત સંભાવના ધરાવતા ક્ષેત્રમાંથી એક છે. આખા બ્લોકનો વિસ્તાર 6,630 સ્કવેર કિલોમીટરનો હોવાનો મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter