ભારતીય ડ્રોન ડોકલામમાં દેખાતાં ચીન ભડક્યું

Thursday 14th December 2017 01:40 EST
 
 

નવી દિલ્હી: ભારતીય વિસ્તારો પર દાવો બતાવીને વારંવાર ઘુસણખોરી કરનાર ચીન ટેક્નિકલ ખરાબીને કારણે સરહદ પાર કરીને તેના પ્રદેશમાં ઘુસી ગયેલા ભારતીય ડ્રોન મામલે રાતું પીળું થયું છે. ચીને તેને ભડકાઉ પ્રવૃત્તિ ગણાવીને ભારત પાસેથી માફીની માગણી કરી છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સે’ ભારતના વ્યવહારને ખોટો ગણાવી પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે. ડોકલામમાં ભારતીય સૈનિકોની દરમિયાનગીરીથી માર્ગ નિર્માણ અટકાવી દેવાથી ચીન અકળાયેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter