ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન મુસ્લિમ મહિલા દ્વારા કરવામાં આવી હતી.

Wednesday 11th January 2017 05:25 EST
 
 

હૈદરાબાદના મિસિસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ તૈયબજીએ આ ધ્વજની ડિઝાઈન કરી હતી અને ૧૭ જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને બહાલી અપાઈ હતી. જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઈન કરવામાં અનેક લોકોનો ફાળો હતો પરંતુ તેને મૂર્તિમંત સ્વરૂપ સુરૈયા તૈયબજીએ આપ્યું હતું. સુરૈયા તૈયબજીનાં પતિ બદરુદ્દીન ફૈઝ તૈયબજી ૧૯૪૭માં PMO- વડા પ્રધાન કાર્યાલયમાં ICS ઓફિસર હતાં.

સુરૈયાનો જન્મ હૈદરાબાદમાં ૧૯૧૯મા અને અવસાન ૫૯ વર્ષની વયે મુંબઈમાં ૧૯૭૮માં થયું હતું. સુરૈયા હૈદરાબાદના સર અકબર હૈદરી અને બ્રિટિશરો દ્વારા ૧૮૫૭માં ‘કાળા પાણીની જેલ’ માટે આજીવન આંદામાન મોકલી દેવાયેલા પ્રથમ શહીદ મૌલવી અલ્લાઉદ્દીન તથા ‘જય હિંદ’ સૂત્રના પ્રથમ હૈદરાબાદી રચયિતા અબ્દુલ હાસન સફરાનીના ભત્રીજી હતાં.

પિંગાલી વેંકૈયાજીએ હોમ રુલ લીગ અને મધ્યમાં ‘ચરખા’ સાથેના પ્રથમ કોંગ્રેસ ધ્વજની (વર્તમાન ભારતીય ધ્વજમાં ‘ અશોક ચક્ર’ને સ્થાન અપાયું છે તે નહિ) ડિઝાઈન બનાવી હતી. ૧૯૨૧માં મહાત્મા ગાંધીએ ચરખા સાથેના ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ ગણવાની તરફેણ કરી હતી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારતીય ધ્વજની વિસ્તૃત સમજ આપી હતી.

RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા ભારતીય ત્રિરંગા ધ્વજની હોળી કરાઈ હતી કારણકે તેની ડિઝાઈન મુસ્લિમ દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ ધ્વજના લીલા પટ્ટાનો વિરોધ પણ કર્યો હતો. તેઓ ત્રિરંગા રાષ્ટ્રીય ધ્વજના બદલે ‘ભગવા રંગ’નો ધ્વજ ઈચ્છતા હતા.

પાછળથી ભારત સરકાર દ્વારા RSS પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter