ભારતીય વિમાનો આકાશમાં સીધો સંપર્ક કરી શકશેઃ ‘ઇસરો’ની વધુ એક સેટેલાઇટ લોન્ચ કર્યો

Thursday 20th December 2018 05:44 EST
 
 

શ્રીહરિકોટાઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ ૧૯ ડિસેમ્બરે સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૭એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જીએસએલવી-એફ૧૧ રોકેટે ઉપગ્રહને લોન્ચિંગની લગભગ ૨૦ મિનિટ બાદ અવકાશમાં તેની નિર્ધારિત કક્ષામાં તરતો મૂક્યો હતો. શ્રીહરિકોટાથી આ ચાલુ વર્ષે સાતમું અને છેલ્લું લોન્ચિંગ હતું. આ ઉપગ્રહ એરફોર્સની કમ્યુનિકેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવશે. આ ઉપગ્રહની મદદથી એરક્રાફ્ટ્સ વચ્ચે હવાથી હવામાં રિયલ ટાઇમમાં સંપર્ક થઈ શકશે, ગ્રાઉન્ડ દ્વારા સંપર્ક કરવાની જરૂર નહીં રહે.
લોન્ચિંગ બાદ ‘ઇસરો’ના ચેરમેન કે. સિવને કહ્યું કે ૩૫ દિવસમાં શ્રીહરિકોટાથી ‘ઇસરો’નું આ ત્રીજું સફળ લોન્ચિંગ હતું. આ ઉપગ્રહમાં ગ્રિગોરિયન એન્ટેના લગાવાયું છે, જેનો ઉપયોગ સિવિલિયન અને મિલિટરી બન્ને કોમ્યુનિકેશન માટે થઈ શકશે. જીએસએલવીનું આ સતત છઠ્ઠું સફળ મિશન હતું. હવે આવતા વર્ષે એફ-૧૦ અને એફ-૧૨ અમારા માટે પડકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter