નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ૨૬મી ઓગસ્ટે ભારતીય નૌકાદળ માટે રૂ. ૨૧,૦૦૦ કરોડનાં ખર્ચે ૧૧૧ યુટિલિટી હેલિકોપ્ટર ખરીદવા મંજૂરી આપાઈ છે. તે ઉપરાંત અલગ અલગ ખરીદી માટેના રૂ. ૨૫,૦૦૦ કરોડના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ છે.
નૌકાદળ માટેના યુટિલિટી હેલિકોપ્ટરની ખરીદી મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મોડલ અંતર્ગતનો આ પહેલો પ્રોજેક્ટ છે. આ મોડલ અંતર્ગત ભારતમાં મિલિટરી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે વિદેશી સંરક્ષણ ઉત્પાદકો ખાનગી કંપનીઓ સાથે કોલોબ્રેશન કરી શકશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ડીએસી દ્વારા શનિવારે એક સીમાસ્થંભ સ્વરૂપ નિર્ણય લેવાયો છે.
દરમિયાન, ૪૧ લાખ લાઇટ મશીનગન અને ૩.૫ લાખ કાર્બાઇન ખરીદવા મંજૂરી મળી હોવાની તાજેતરમાં સૈન્ય દ્વારા જાહેરાત કરાઈ છે. જેમાં રૂ. ૧૫૯૩૫ કરોડના ખર્ચે ૭.૪૦ લાખ એસોલ્ટ રાઇફલ અને સ્નાઇપર રાઇફલ પણ ખરીદાશે.