તેલંગણના યજમાનપદે ચાલી રહેલી મિસ વર્લ્ડ બ્યુટિ કોન્ટેસ્ટના સ્પર્ધકો ભારતીય સંસ્કૃતિ અને વારસાનો યાદગાર અનુભવ મેળવી રહ્યાં છે. આફ્રિકન દેશોના 25 સ્પર્ધકોએ પોચમ્પલ્લી ગામની મુલાકાત લીધી હતી, જેને યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા બેસ્ટ વર્લ્ડ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. પોચમ્પલ્લી ખાતે પરંપરાગત વેલકમ મેળવનાર પ્રતિયોગીઓ ઈક્ત સાડીઓમાં જોવા મળતી હતી. કેટલીક સુંદરીઓએ ચરખાથી કપાસ કાંતવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે, નવ દેશોની સુંદરીઓનું એક ગ્રૂપ યાદગિરિગુટ્ટા સ્થિત લક્ષ્મી નરસિંહ મંદિરે પહોંચ્યું હતું. ત્યાં તેમણે પરંપરાગત ‘દીપારાધના’માં ભાગ લીધો હતો. બાદમાં સ્થાનિક મહિલાઓ સાથે તેમણે ‘કોલટમ’ નૃત્ય કર્યું હતું.