નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરીડોર ખુલ્લો મુકાયો છે, પણ ભારતીય નાગરિકે ધાર્મિક સ્થળની મુલાકાત માટે ૨૦ ડોલરની ફી ચૂકવવી પડશે તેવું પાકિસ્તાને ફરજિયાત કરી નાખ્યું છે. જેથી શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન બંધ કરી દીધું હતું. જોકે આ અંગે સ્થાનિક પાક. અધિકારીએ દાવો કર્યો હતો કે કેટલીક ટેકનિકલ ખામીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ નહોતું કરાયું.. ભારતે પાકિસ્તાનને અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓ ઉપર જે ચાર્જ નંખાયો તે પરત ખેંચાય.

