નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, ગેમિંગ એપ્સ, સેક્સટોર્શન અને ઓટીપી આધારિત ફ્રોડની સૌથી વધારે ઘટના નોંધાઈ રહી છે. છેલ્લા ચાર મહિનામાં એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં લોકોએ સાઇબર ફ્રોડમાં રૂ. 1750 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના રિપોર્ટ અનુસાર ભારતમાં સાઇબર ક્રાઇમની દરરોજ 7000 ફરિયાદો નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર નોંધાઈ રહી છે. ચાર મહિનામાં 7.40 લાખ ફરિયાદો નોંધાઈ છે. મે મહિનામાં પણ દરરોજ 7 હજાર ફરિયાદ નોંધાઈ છે, જે 2021માં નોંધાયેલી ફરિયાદો કરતા 113.7 ટકા વધારે છે. જ્યારે 2023ની તુલનામાં 60.9 ટકા વધારે છે. સૌથી વધારે 1420 કરોડ રૂપિયાની ઠગાઈ ટ્રેડિંગ સ્કેમ્સ દ્વારા કરાઇ છે. માત્ર 4 મહિનામાં તેના 20,043 કેસ નોંધાયા છે.


