ભારતીયોનાં વિદેશી બેંકોમાં રૂ. ૧૩,૦૦૦ કરોડનું બ્લેકમની

Wednesday 29th June 2016 08:19 EDT
 

નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે ૨૭મી જૂને દાવો કર્યો છે કે દેશના ઇન્કમટેક્ષ વિભાગે ૧,૧૦૦ જેટલા ભારતીયોનાં ખાતામાંથી ૧૩,૦૦૦ કરોડનું કાળું નાણું શોધી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારને ૨૦૧૧માં ૪૦૦ અને ૨૦૧૩માં ૭૦૦ જેટલા એકાઉન્ટની માહિતી મળી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા આ મુદ્દે તપાસ કરાઈ રહી હતી. તપાસમાં આટલો મોટો આંકડો બહાર આવતા આઈટી અને ઈડીને આકરાં પગલાં લેવા આદેશ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, જીનિવાની એચએસબીસી બેંકમાં રહેલાં ખાતાઓમાંથી ૪૦૦ જેટલાં ભારતીયોનાં ખાતાંની માહિતી ભારતને આપવા ફ્રાન્સની સરકારે બેંકને અગાઉ જણાવવામાં આવ્યું હતું એ પછી આ ઇડીએ આ પગલાં લીધાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter