નવી દિલ્હી: ભારતે સોમવારે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર જાહેર કરાયેલા રિપોર્ટ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું, કાશ્મીરની સ્થિતિ પર આ રિપોર્ટ ખોટો અને દુર્ભાવના પર આધારિત છે. સાથે જ તેમાં પાક સમર્થિત આતંકવાદના મુદ્દાની અવગણના કરાઈ છે.

