નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન તણાવ પર યુએનમાં ભારતનો પક્ષ ટીએસ તિરુમૂર્તિએ રાખ્યો અને કહ્યું- 'યુક્રેન અને રશિયા વચ્ચે સરહદ પર તણાવ ચિંતાનો વિષય છે. આ વિસ્તારમાં રશિયાનું પગલું શાંતિ અને સુરક્ષાને નબળું પાડશે. અમે બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ. અમે માનીએ છીએ કે આ મુદ્દો માત્રને માત્ર ડિપ્લોમેટિક ડાયલોગ્સથી જ ઉકેલી શકાય છે. હાલ તણાવને ઓછો કરવા માટે જે પગલાં ઉઠાવવામાં આવ્યા છે, તેના માટે થોડો સમય પણ આપવાની જરૂર છે.' તેમને કહ્યું કે 'તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ કાયમ રાખવી જોઈએ. આ તણાવનો વ્હેલામાં વ્હેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે. જે તમામ પક્ષને મંજૂર હોય. ડિપ્લોમેટિક પ્રયાસને તાત્કાલિક વધારવામાં આવે તે જરૂરી છે.'

