ભિલાઈઃ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલા એશિયાના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ એવા બિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ૧૦મીએ સવારે ૧૧ વાગ્યે ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૯ મજૂરોનાં મોત થયાં હતા અને ૧૨ મજૂરો દાઝી ગયા છે. દાઝેલા મજૂરોમાંથી ૪ની હાલત ગંભીર છે. અન્ય ચાર લાપતા છે. પ્લાનમાંટ લાગેલી આગ બુઝાવવા માટેના પ્રયાસો ચાલુ છે. દુર્ગ આઈજી જી. પી. સિંહે જણાવ્યું કે પોલીસ તથા બચાવ દળના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાટલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યાં છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. કોક ઓવનની નજીક ૨૫થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા, એ વખતે વિસ્ફોટ થયો હતો. પ્લાન્ટમાં રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતું. પાઈપલાઈનમાં વેલ્ડિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. એ બાદ પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી.


