ભીમાઃ ભીમા-કોરેગાંવમાં થયેલી જાતિવાદી હિંસાના વિરોધમાં ચોથીએ મુંબઈમાં દલિત જૂથો દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈ પોલીસે ગેરકાયદે જમાવબંધીનો ભંગ અને ભાંગફોડ કરવા બદલ ૧૬ એફઆઈઆર નોંધી હતી અને ૩૦૦થી વધારે લોકોની અટક કરી હતી. મુંબઈમાં ૩૦થી વધારે સ્થળે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં સિનિયર પીઆઈ અને પીઆઈ સહિત કુલ ૨૯ પોલીસ કર્મચારીને અને સાત નાગરિકોને ઈજા થઈ હતી. પોલીસે ચેમ્બુર, ઘાટકોપર, વિક્રોલી અને મુલુંડમાં ચાપંતો બંદોબસ્ત રાખ્યો હતો.