ભુજબળ પછી અજિત પવાર અને સુનિલ તટકરે પર રાજકીય પક્ષોની નજર

Friday 18th March 2016 03:21 EDT
 
 

નવીદિલ્હીઃ છગન ભુજબળની ધરપકડ બાદ હવે સિંચાઇ કૌભાંડમાં સલવાયેલા અજિત પવાર અને સુનિલ તટકરે પણ ઇડીની ચુંગાલમાં ફસાવાની વકી છે. એનસીપીના વડા શરદ પવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સાંસદ કિરીટ સોમૈયાને પણ દાઢમાં રાખ્યા છે. જો કે ભુજબળ સામેની કાર્યવાહી વડા પ્રધાનના કાર્યાલયની પરવાનગી વિના ન થઇ શકી હોત.

વડા પ્રધાન સાથે સીધો સંપર્ક ધરાવતા પવાર આ વખતે હાથ ઘસતાં રહી ગયા છે. આમ છગન ભુજબળ સામે કાર્યવાહી કરવા સાથે રાજ્ય સરકારને સીધો સબંધ નથી. હવે એવી અટકળો થઈ છે કે શરદ પવારને પોતાના રાજકીય ગુરુ માનનાર વડા પ્રધાન શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને સુનિલ તટકરે સામે કેટલી કડક કાર્યવાહી કરશે?

બીજી તરફ મની લોન્ડરિંગ કેસમાં અદાલતના આદેશ મુજબ ઇડીની કસ્ટડી ભોગવી રહેલા ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળની તબિયત ૧૬મી માર્ચે મોડી સાંજે બગડી હતી. તેમને તાકીદે જે. જે. હોસ્પટિલમાં દાખલ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter