કન્નોજઃ જો તમે તમારા પાલતુ બકરા, કૂતરા કે બકરીઓને ભૂખ્યા રાખશો તો તમારે જ પૈસા ગુમાવવવાનો વારો આવશે. જેમ કે ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લાના સિપુરપુર ગામમાં થયું. હાસ્યાસ્પદ લાગતી આ ઘટનામાં બબ્બે બજારના ૩૩ નોટો એક ભૂખી બકરી ખાઈ જતાં એના માલિકને પસ્તાવાનો વારો આવ્યો હતો. ગામના ખેડૂત સર્વેશ કુમારે બબ્બે બજારની ૩૩ નોટો પોતાના પેન્ટમાં ખિસ્સામાં રાખી હતી. આ પૈસાથી તેઓ મકાન બનાવા માટે ઈંટો ખરીદવાના હતા. તેમનું પેન્ટ જે જગ્યાએ લટકતું હતું ત્યાં જ બકરીને પણ બાંધેલી. થોડી વાર પછી જ્યારે કુમાર પાછો આવ્યો હતો જોયું કે બકરી કંઈ ચાવી રહી હતી, પરંતુ જ્યારે તેમણે પેન્ટના ખસ્સામાં હાથ નાંખ્યો તો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. કારણ કે બકરી રૂપિયા ૬૬ હજાર ચાવી ગઈ હતી. તેમણે નોટો બચાવવા પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તો બકરી અધધ કરી શકાય એવા રૂપિયા ખાઈ ગઈ હતી. માત્ર રૂ. ચાર હજાર જ બચાવી શકાયા.
કુમારે કહ્યું હતું કે તેઓ પેન્ટને લટકાવીને નહાવા ગયા હતા. તે દરમિયાન જ બકરીએ પેન્ટના ખિસ્સામાં મોં મારીને નોટો ખાવાના શરૂઆત કરી દીધી હતી. કુમાર પાસે આ નુકસાન સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. કારણ કે તેઓ બકરીને ચાહે છે.