ભૈયુજી મહારાજનો જાતે ગોળી મારીને આપઘાત

Wednesday 13th June 2018 06:44 EDT
 
 

ઇન્દોરઃ મધ્ય પ્રદેશના સુવિખ્યાત અધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને ૧૨મી જૂને આત્મહત્યા કરી લીધી છે. તેમની સુસાઈડ નોટમાં દુનિયાથી હારી થાકી જઈને આ પગલું ભર્યાનો ઉલ્લેખ છે. જોકે તેમની આત્મહત્યા બાદ આ કેસમાં તેમના સમર્થકો દ્વારા સીબીઆઈ તપાસની માગ ઊઠી છે. ભય્યુજીએ પોતાને ગોળી મારી એ પછી લોહીથી લથબથ મહારાજને ઇંદોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ભૈય્યુજી રાજકીય અને ઓદ્યોગિક ઘુરંધરો સાથે ઘરોબો ધરાવતા હતા અને દેશવિદેશમાં તેમના લાખો અનુયાયીઓ છે. ભૈય્યુજીને રાજ્ય પ્રધાનનો દરજ્જો પ્રાપ્ત હતો. ભૈય્યુજી મહારાજનો મુખ્ય આશ્રમ ઇન્દોરના બાપટમાં છે. તેમણે સદગુરુ દત્તા ધાર્મિક એવમ પરધાર્મિક ટ્રસ્ટ, સર્વોદય આશ્રમની સ્થાપના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter