મંગળ યાનની અલવિદા, 8 વર્ષની સફર પછી ઇંધણ-બેટરી ખતમ

Monday 10th October 2022 04:47 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના મંગળ યાનમાં ઇંધણ એટલે કે ફ્યુલ અને તેની બેટરી બંને ખતમ થઈ ગયા છે. આ સાથે જ દેશના પહેલા મંગળ મિશને આખરે પોતાની લાંબી સફર પૂરી કરી લીધી છે. રૂ. 450 કરોડના ખર્ચે બનેલા માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ)ને પાંચમી નવેમ્બર 2013ના રોજ પીએસએલવી-સી25ની મદદથી લોન્ચ કરાયું હતું. ઈસરોના વિજ્ઞાનીઓએ આ અંતરિક્ષ યાનને પહેલા જ પ્રયાસમાં 24 સપ્ટેમ્બર, 2014ના રોજ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું હતું. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે મંગળ યાનમાં ઇંધણ નથી બચ્યું. તેની બેટરી પણ ખતમ થઈ ગઈ છે, જેથી તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. જોકે, આ અંગે ઈસરોએ કોઈ સત્તાવાર નિવેદન નથી કર્યું.
આ પહેલા ઈસરો એક આગામી ગ્રહણથી બચવા માટે મંગળ યાનને નવી ધરીમાં લઈ જવા પ્રયત્ન કરતું હતું. માત્ર છ મહિનાનું આયુષ્ય ધરાવતા માર્સ ઓર્બિટરે આઠેક વર્ષ બખૂબી કામ કર્યું અને તેનાથી મહત્ત્વની જાણકારી પણ મળી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter