મંદિરના મહંતે ટ્રસ્ટીઓને દૂર કરવા પ્રસાદમાં ઝેર ભેળવ્યું

Friday 21st December 2018 05:49 EST
 

યમરાજનગરઃ મહાદેશ્વરા હિલ સલૂરુ મઠના મહંત અને તેમના ત્રણ સહયોગીઓને પ્રસાદમાં ઝેર ભેળવી દીધાનાં આરોસર વીસમીએ ગિરફતાર કરાયા હતા. ૧૪મી ડિસેમ્બરે એક મંદિરના શિલાન્યાસ સમયે વહેંચાયેલો પ્રસાદ ખાધા બાદ ૧૫ લોકોનાં મોત થયાં હતાં. પોલીસની તપાસમાં જણાવ્યું હતું કે ભક્તોને મારવા માટે કાવતરું ઘડાયું હતું અને એ માટે મંહત અને તેમના સહયોગીઓએ મળીને પ્રસાદમાં ૧૫ બાટલી જેટલું જંતુનાશક ભેળવી દીધું હતું.

અઠવાડિયામાં ઉકેલ

પોલીસનું કહેવું છે કે અપમાનનો બદલો લેવા માટે પૂજારીએ શિલાન્યાસ વખતે પ્રસાદમાં ઝેર ભેળવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. ૩૫ વર્ષની એક મહિલાએ કથિત રીતે પૂજારીને ૧૫ બાટલી જંતુનાશક લાવી આપ્યું હતું. મહિલાનાં પતિ અને મિત્રએ એ જંતુનાશક દવા પ્રસાદમાં ભેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter