મંદિરમાં પૂજા વખતે શશિ થરુર લપસ્યાંઃ માથામાં ૧૧ ટાંકા

Wednesday 24th April 2019 08:06 EDT
 

તિરુવનંતપુરમઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ૧૫મીએ એક મંદિરમાં દર્શન માટે ગયા હતાં. અહીં પૂજા દરમિયાન તેઓ પડી ગયા હતાં. તે દરમિયાન તેમને ઈજા પહોંચી હતી અને ૬ જેટલા ટાંકા આવ્યા હતાં. શશી થરૂરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. થરૂરને તત્કાળ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. કોંગ્રેસે શશિ થરૂરને ફરી એકવાર તિરૂવનંતપુરમ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. ચૂંટણી પ્રચાર માટે તેઓ કેરળના એક મંદિરમાં તુલાભરમ પૂજા કરવા પહોંચ્યા હતાં. તુલાભરમ એક એવી પૂજા છે જે કેરળના ગણ્યાગાંઠ્યા મંદિરોમાં જ કરવામાં આવે છે. આ પૂજામાં પોતાના વજન જેટલો જ ભાર ચડાવવામાં આવે છે. દેવી-દેવતાને જે કંઈ પણ અર્પણ કરવાનું હોય, તેને પહેલા પોતાના વજન બરાબર તોલવામાં આવે છે. જ્યાં પણ આ પૂજા થાય છે ત્યાં મોટા મોટા મશીનો લાગેલા હોય છે. આ દરમિયાન શશિ થરૂર મંદિરમાં જ પડી ગયાં હતાં. જેમાં તેઓ લોહી લૂહાણ થઈ
ગયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter