હૈદરાબાદઃ ૧૮ મે ૨૦૦૭ના રોજ હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા વિસ્ફોટના કેસમાં એનઆઈએની સ્પેશિયલ કોર્ટ દ્વારા સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. કોર્ટમાં એનઆઈએ નક્કર પુરાવા રજૂ નહીં કરી શકતાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના આ કેસમાં ૧૧ વર્ષે પણ એનઆઈએ પુરાવા ભેગા કરી શકી નથી. અને સાક્ષીઓ પણ પોતાનાં નિવેદનો બદલી રહ્યા છે. અસીમાનંદે ગુનો કબૂલ્યો હોવા છતાં તેમને નિર્દોષ જાહેર કરાયાં હતાં. ૧૧ વર્ષ પહેલાના આ બોમ્બવિસ્ફોટમાં ૯નાં મોત થયાં હતાં અને ૫૮ લોકો ઘવાયાં હતાં.
આ ઘટનામાં ૬૮ સાક્ષીઓના નિવેદન લેવાયાં હતાં જોકે સમયાંતરે ૫૪ સાક્ષીઓ ફરી ગયાં હતાં.