મધ્ય પ્રદેશમાં કમ્યુટર બાબાનો ગેરકાયદે આશ્રમ ધ્વસ્ત

Tuesday 10th November 2020 16:31 EST
 
 

ઇંદોર: મધ્ય પ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બે બાબાના વૈભવી આશ્રમને તોડી પડાયા હતા. તેમાં ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્ય પ્રધાનનો દરજ્જો મેળવી ચૂકેલા નામદેવદાસ ત્યાગી ઉર્ફે કમ્પ્યુટર બાબાના ઇંદોર નજીકના આશ્રમનો પણ સમાવેશ થાય છે.
આશ્રમમાંથી ૧૦ ટ્રક જેટલો સામાન નીકળ્યો હતો. એમાં મોંઘાં સોફા, ટીવી, એસી, ફ્રિજ, લક્ઝરી કાર અને એક બંદૂક પણ સામેલ છે. આ કાર્યવાહી દરમિયાન અશાંતિ ફેલાવવા બદલ બાબા અને તેના ૭ સહયોગીની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી દેવાયા હતા. બંદૂકનું લાઈસન્સ પણ નહીં હોવાનું જણાયું છે. હવે તેમનાં બેન્ક ખાતાંની પણ તપાસ કરવામાં આવશે. બીજી બાજુ, નરસિંહપુરમાં યૌનશોષણ અને અશ્લીલ વિડિયો બનાવનારા ઢોંગી બાબા ધર્મેન્દ્ર દુબેના આશ્રમને પણ તોડી પડાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter